મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલના ગોડાઉનમાં લાગેલ આગ 18 કલાક પછી પણ બેકાબૂ: બધો જ માલ મળીને ખાખ, કારખાનેદારને કરોડોનું નુકશાન


SHARE







મોરબી નજીક પેપર મિલના ગોડાઉનમાં લાગેલ આગ 18 કલાક પછી પણ બેકાબૂ: બધો જ માલ મળીને ખાખ, કારખાનેદારને કરોડોનું નુકશાન

મોરબીમાં અણીયારી ટોલનાકા નજીક આવેલ પેપર મિલના ગોડાઉનમાં પડેલ વેસ્ટ પેપર ના જથ્થામાં ગઇકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં આગ લાગી હતી જેને કાબુમાં લેવા માટે મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ સહિત છ સેન્ટરમાંથી ફાયરના વાહનોને બોલાવવામાં આવ્યા છે અને એક એક વાહને લગભગ 10થી 12 ફેરા પાણીનો મારો કર્યો છે તો પણ હજુ આગ 100 ટકા કાબુમાં આવેલ નથી અને હજુ પણ પાણીનો મારો ચાલુ જ રખવામાં આવેલ છે અને આ આગથી કારખાનેદરને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામના સીમ વિસ્તારમાં અણીયારી ટોલનાકા પાસે આવેલ લેમિટ પેપર મિલનો વેસ્ટ પેપર રાખવા માટેના કાસ્વા ટાઇલ્સનો શેડ ગોડાઉન તરીકે ભાડે રાખ્યો હતો જેમા રવિવારે બપોરના ચારેક વાગ્યાના અરસમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે અને જોત જોતામાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે જેથી કરીને આ અંગેની મોરબી, રાજકોટ, હળવદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગોંડલ અને ધાંગધ્રા ના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ત્યાંથી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ગઇકાલથી આજ સુધીમાં એક એક ફાયરના વાહને 10 થી 12 ફેરા જેટલું પાણી આગને કાબુમાં લેવા માટે આગ ઉપર ફેંકયું છે તો પણ આગા હજુ 100 ટકા કાબુમાં આવેલ નથી.

 

હાલમાં લેમિટ પેપર મિલ કારખાનાના ભાડે રાખેલ ગોડાઉનમાં આગ લાગેલ છે જેને કાબુમાં કરવા માટે છેલ્લી 18 કલાકથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જોકે, આગ કાબુમાં આવેલ નથી અને આખુ ગોડાઉન આગની જપેટમાં આવી ગયુ છે અને કરખાનાના ડીરેકટર રાજેશભાઇ પટેલ ના કહેવા મુજબ 12 હજાર ટન જેટલો પેપર વેસ્ટનો માલ પડ્યો હતો જે આગ સમયસર કાબુમાં ન આવતા બધુ જ બળીને ખાખ થઇ ગયેલ છે અને હાલમાં નુકશાનીનો આંકડો કહેવો મુશકેલ છે જો કે, કરોડનું નુકસાન થશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

મોરબી જિલ્લામાં અગાઉ પણ કારખાનાઓમાં આગ લાગી હોય અને કારખાનેદારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાં પણ સ્થાનિક લેવલે ફાયરની અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેથી કરીને બીજા જિલ્લાઓમાંથી ફાયરના વાહનો આવે ત્યાં સુધી કારખાનેદાર સહિતના લોકોએ પોતાની માલમિલકત પોતાની નજર સામે બળીને ખાખ થતી હોય તે જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તેવો જ ઘાટ આજે માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમા પેપર મિલમાં લીગેલ આગમાં જોવા મળ્યો હતો અને આ આગને કાબુમાં લાગતા હજુ પણ લગભગ 24 કલાક જેટલો સમય લાગશે તેવું ફાયરનો સ્ટાફ જણાવી રહ્યો છે






Latest News