માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામ પાસે ટવેરા પલટી જતા ચાર મહિલા સહિત નવને ઈજા


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા થી મોડપર તરફ જવાના રસ્તા ઉપર થી ટવેરા ગાડી રાત્રિના સમયે પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર ટવેરા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ચાર મહિલા સહિત નવ લોકોને  ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા ની પીપળીયા ચોકડી થી મોડપર તરફ જવાના રસ્તા ઉપરથી ટવેરા ગાડી અને રાત્રિના સમયે પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ટવેરા ગાડી પલટી મારી ગઇ હતી જેથી કરીને અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં અર્પિતા પંકજભાઈ બદ્રા (28), કેસરબેન કરમશીભાઈ બદ્રા (70), પ્રભાબેન ભરતભાઈ બદ્રા (42), વનીતાબેન સતિષભાઈ ગજરા (45), સતિષભાઈ કરમશીભાઈ ગજરા (43), મેહુલ વિઠ્ઠલભાઈ ગોંડલીયા (24) કરમશી ખીમજીભાઈ બદ્રા (50) ભરત રામજીભાઈ બદ્રા (50), અને પંકજ ભરતભાઈ ભાનુશાળી (31) રહે બધા જામનગર વાળાઓને ઈજા થઇ હોવાથી ઇજા થતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધો તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ઘુટું ગામે રહેતા મહેશભાઈ રામભાઈ વેકરીયા (43) બાઈક ઉપર મકનસર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક માંથી પડી જતા તેઓને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા દશરથભાઈ ગોવિંદભાઈ નંદેસરિયા (55) બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામમાં આવેલ પાણીના ટાંકા પાસેથી પસાર થતા હતા ત્યારે  અકસ્માતમાં તેઓને ઈજા થઈ હોય સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે






Latest News