મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારી સબબ સારવારમાં રહેલા યુવાનનું હૃદય બંધ થઈ જતા મોત


SHARE









મોરબીમાં બીમારી સબબ સારવારમાં રહેલા યુવાનનું હૃદય બંધ થઈ જતા મોત

ધ્રાંગધ્રાના યુવાનેને ફેફસાની બીમારી હોય મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હતો દરમિયાન તેનું હૃદય બંધ થઈ જતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રાના રહેવાસી ઘનશ્યામભાઈ ઝાલા (37) નામના યુવાનને ફેફસાની બીમારી હોય ગત તા. 30/4 થી તે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હતો દરમિયાન ગઈકાલે તેનું હૃદય બંધ થઈ જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર 4 માં રહેતા મોહનભાઈ દેવાભાઈ ચાવડા (45) ને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News