મોરબીના મોડપર ગામ પાસે ટવેરા પલટી જતા ચાર મહિલા સહિત નવને ઈજા
મોરબીના સરતાનપર રોડ ઉપર પતરું ઉડીને માથે પડતા બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં
SHARE







મોરબીના સરતાનપર રોડ ઉપર પતરું ઉડીને માથે પડતા બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં
ગઈકાલે મોડી સાંજથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને છુટો છવાયો કમોસમી વરસાદ પણ કેટલાક વિસ્તારમાં પડી રહ્યો છે જોકે વરસાદ શરૂ થયો ત્યાર પહેલા જોરદાર પવન શરૂ થયો હતો જેથી કરીને કેટલીક જગ્યાએ વૃક્ષો અને હોડીંગ તૂટી પડ્યા હોય તેવી ઘટનાઓ બની છે તેવામાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર નવા પતરા ના શેડમાંથી પતરા ઉડીને માથે પડતા એક બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક સામેના ભાગમાં પતરા ના નવા સેડમાં રહેતા દેવરાજભાઈ કરમશીભાઈ ભીલવાડ (25), સાનિયા સલીમભાઈ કારવા (૩), નસીમબેન સલીમભાઈ કારવા (40) અને ફરજાનાબેન સલીમભાઈ કારવા (20) નામના ચાર વ્યક્તિઓને પતરા ઉડીને માથે આવતા ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે ગઈકાલે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે પતરા ઉડીને માથે પડવાને કારણે બાળક સહિતા ચારેય વ્યક્તિઓને ઈજા થવાથી સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મહોમદહુસૈન નૂરમહમદ બ્લોચ (67) નામના વૃદ્ધ રાજપર અને ચાચાપર વચ્ચેથી બાઇકમાં જતા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના પાનેલી ગામે વાડી વિસ્તારમાં રહેતા રજનીકાંતભાઈ ડાભીનો દસ વર્ષનો દીકરો ચિરાગ બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ખાડો આવવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે
