માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને એક મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE











માળીયા (મી)ના ચીખલી ગામે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને એક મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

માળીયા (મી)ના ચીખલી ગામે રહેતા યુવાને પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખીને એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિએ યુવાનની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ધોકા વડે તેમજ ઢીકા પાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (28)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ વાઘજીભાઈ દેગામા, નવઘણભાઈ વાઘજીભાઈ દેગામા, વાઘજીભાઈ નરસીભાઈ દેગામા તથા વસંતબેન વાઘજીભાઈ દેગામા રહે. બધા ચીખલી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, પ્રકાશભાઈ દેગામા સામે અગાઉ દારૂનો કેસ થયેલ હતો જે અંગેની પોલીસને ફરિયાદી બાતમી આપી હતી તેવી શંકા રાખીને ચારેય આરોપીઓએ ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે તથા વસંતબેને ફરિયાદીના કૌટુંબિક મામીને વાળ પકડીને નીચે પાડી દઈને મારમાર્યો હતો અને ચારેય આરોપીઓએ ફરિયાદીને માથાના ભાગે માર મારતા ગંભીર ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News