મોરબીમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે પોલીસે આરોપીની કરી ધરપકડ
SHARE









મોરબીમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે પોલીસે આરોપીની કરી ધરપકડ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી છેલાલ મહિનાઓમાં ચોરી કરવામાં આવેલ બાઇકને શોધવા માટે પોલીસ કામ કરી રહી હતી તેવામાં 3 ચોરાઉ બાઇક સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી બાઈકની ચોરીઓ કરવામાં આવી રહી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા તેવામાં હિતેષભાઇ ચાવડા અને પૃથ્વીસિંહ જાડેજાને મળેલ બાતમી તેમજ મોરબીમા મૂકવામાં આવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા આધારે પોલીસે આરોપી ઇરફાનભાઇ યાસીનભાઇ કટીયા (24) રહે. જોન્સનગર લુક્સ ફર્નીચરની બાજુમા મોરબી મુળ રહે. નવાગામા તાલુકો માળીયા મિયાણા વાળાની ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે 95000 ની કિંમતના ત્રણ બાઇક કબ્જે કરેલ છે. અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પૂછપરછ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

