મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE









માળીયા (મી)ના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે ખરાવાડ પાછળ બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,980 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના મોટાભેલા ગામે ખરાવાડમાં બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાંતિલાલ ધરમશીભાઈ સરડવા (55), ખેંગારભાઈ મેરામભાઇ બરબચિયા (60), ચંદુલાલ દેવજીભાઈ ખંભાળિયા (49), કરસનભાઈ ભગવાનજીભાઈ ખાંભળીયા (52) અને શીવાભાઈ શામજીભાઈ ખંભાળિયા (65) રહે. બધા મોટાભેલા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 11,980 રૂપિયાની રોકડ કબજે કરી છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ત્રણ માળિયાના ગ્રાઉન્ડમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (65) રહે. હળવદ વાળા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 650 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News