મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા સમયે છત ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તથા છાતીએ ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગીરના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ ખાતે રહેતા રણજીતભાઈ જયંતીભાઈ સોંદરવા (30) નામનો યુવાન ગત તા. 19/4 ના રોજ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે છત ઉપરથી નીચે પટકાતા તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્મૃતના બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મેનેક્સ કમ્પોઝાઈટ એલએલપી નામના કારખાનામાં રહેતા મૂળ યુપીના રહેવાસી શ્યામસિંગ રાજારામ યાદવ (40)ને ગત તા. 1/ 5/25 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને કુવાડવા પાસે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News