વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીની વિટ્રીફાઈડ ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે બે રૂપિયાનો વધારો: સસ્તા ભાવે માલ નહીં વેચવા ઉદ્યોગકારોએ લીધા શપથ
SHARE
મોરબીની વિટ્રીફાઈડ ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે બે રૂપિયાનો વધારો: સસ્તા ભાવે માલ નહીં વેચવા ઉદ્યોગકારોએ લીધા શપથ
મોરબીમાં આવેલ સીરામીક વિટ્રીફાઈડ ટાઇલ્સના ભાવમાં વધારો કરવાનો તાજેતરમાં મળેલ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો ચુસ્તપણે અમલમાં આવે તે માટે તેને મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મિટિંગ મળી હતી તેમાં 110 જેટલા ઉદ્યોગોકારોએ એસો. દ્વારા સમૂહમાં લેવાયેલ ભાવ વધારાના નિર્ણયનો ભંગ નહીં કરવા માટે થઈને શપથ લીધા હતા અને જો કોઈ વેપારી સસ્તામાં અન્ય ઉદ્યોગકારો માલ આપે છે તેવું કહેશે તો તે બાબતે ખરાઈ કરવામાં આવશે તેવો પણ સમૂહમાં નિર્ણય કરવામાં આવેલ છે.
મોરબીના સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી સારી નથી અને કેટલાક સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે તેમજ કેટલાક કારખાનાઓ સમયાંતરે બંધ કરવામાં આવતા હોય છે તેવામાં સિરામિક ઉદ્યોગ ટકી રહે તે માટે તાજેતરમાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ઉમા સંસ્કાર ધામ ખાતે મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાની આગેવાની હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં વિટ્રીફાઇડ એસો.ના સભ્યો હાજર રહ્યા હતા અને ત્યારે ટાઇલ્સના વર્તમાન જે ભાવ છે તેમાં પ્રતિ સ્ક્વેર ફૂટે બે રૂપિયાનો ભાવ વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગત તા. 1/5/2025 થી આ ભાવ વધારો અમલમાં મૂકી દેવામાં આવ્યો છે જોકે ભાવ વધારો અમલમાં મુકવામાં આવ્યો છે તેમાં તમામ ઉદ્યોગ સારો સહકાર આપે તે માટે થઈને મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મંગળવારે ફરી પાછી ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી.
જેમાં સંયુક્ત રીતે ઉદ્યોગકારો દ્વારા જે ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને શપથ લેવામાં આવ્યા હતા અને જેમાં મોરબી સિરામિક એસો.એ નક્કી કરેલા ભાવથી નીચે કોઈ વિટ્રીફાઈડ જીવીટી ટાઇલ્સ 600 x 600 અને 1200 x 1200 નું વેચાણ કરશે નહીં અને જો કોઈ વેપારી તેઓની પાસે ઓછા ભાવથી સિરામિક ટાઇલ્સની માંગણી કરે તો ટાઇલ્સનું વેચાણ કરશે નહીં અને જો વેપારી દ્વારા અન્ય કોઈ કંપની સસ્તામાં માલ આપે છે તેવું કહેવામાં આવશે તો તે કંપની સાથે ખરાઈ કરવામાં આવશે અને જો વેપારી ખોટો સાબિત થશે તો તેને ટાઇલ્સનું વેચાણ કરવામાં આવશે નહીં અને મોરબીની અન્ય કોઈ કંપની તે વેપારીને ટાઇલ્સ આપશે નહીં આ પ્રકારના મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા શપથ લેવામાં આવ્યા છે.