વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશને ડીઆરએમની વિઝિટ બાદ સ્લેબનો ભાગ તૂટી પડ્યો !: રિનોવેશન ખર્ચ સામે સવાલ


SHARE









મોરબીના રેલ્વે સ્ટેશને ડીઆરએમની વિઝિટ બાદ સ્લેબનો ભાગ તૂટી પડ્યો !: રિનોવેશન ખર્ચ સામે સવાલ

મોરબીમાં આવેલ રેલ્વે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે દરમિયાન ગઈકાલે ડીઆરએમ મોરબી રેલ્વે સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા અને તેઓ મોરબીથી પરત રવાના થયા બાદ રેલવે સ્ટેશનમાં છત ઉપરથી સ્લેબનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જોકે સદનસીબે ત્યારે કોઈ ટ્રેનની અવરજવર ન હતી જેથી મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું ચર્ચા રહ્યું છે. ઉલેખનીય છે કે, સરકારે કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનનું રિનોવેશનનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવી હોય તેનો બોલતો પુરાવો રેલવે સ્ટેશન ખાતે ગઈકાલે જોવા મળ્યો હતો અને આવી રીતે ભવિષ્યમાં કોઈ જગ્યાએથી કાટમાળ તૂટીને પડે અને કોઈ મુસાફર કે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ સવાલ ઉઠી રહ્યો છે.




Latest News