મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો


SHARE



































મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો

કોઈપણ વિદ્યાર્થી ધો. 12 પાસ કરે એટ્લે તેના વાલીઓને હવે મારા સંતાનને કઈ વિદ્યાશાખા એટલે કે અભ્યાસક્રમમાં આગળ વધવું તે પ્રશ્ન થતો હોય છે ત્યાર બાદ કોલેજ પસંદગી, વિષય પસંદગી આવા અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે આ પ્રશ્નોના નિરાકરણ માટે શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ ભડીયાદ રોડ, નજરબાગ રેલવે સ્ટેશનની  પાસે મોરબી ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયુક્ત સ્ટાફ ઉપલબ્ધ છે.

શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ ઉપર માત્ર એક જ ફોર્મ ભરવાનું છે એક જ ફોર્મથી ગુજરાતની 15 સરકારી યુનિવર્સીટીની વિવિધ કોલેજોમાં વિવિધ કોર્સમાં પ્રવેશ મળી શકે છે આ GCAS પોર્ટલ ઉપર શ્રીમતી જી.જે .શેઠ કોમર્સ કોલેજ દ્વારા વિનામૂલ્યે રજીસ્ટ્રેશન અને પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે આ ઉપરાંત મોરબી જિલ્લાના ધો. 12 પાસ થયેલા વિધ્યાર્થીઓને જિલ્લામાં પ્રવેશ મળી જશે એટલે ખોટી ઉતાવળ કરવી નહીં. અને ખાસ કરીને કોલેજની ભૌતિક સગવડો, કોલેજમાં ઉપલબ્ધ સ્ટાફની સંખ્યા અને તેની શૈક્ષણિક લાયકાતો, ફી નું માળખું વગેરે બાબતોની યોગ્ય તપાસ કર્યા બાદ જ કોલેજની પસંદગી કરવાની જરૂર છે. જેના માટેની વિશેષ માહિતી કે માર્ગદર્શન જો કોઈને જોઈતું હોય તો તે હેલ્પ સેન્ટર શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતેથી મળી જશે.


















Latest News