માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો


SHARE











વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો

વાંકાનેરના જોધાપર ગામે રહેતા યુવાને પોતાની વાડીમાં ઢોર ચરાવવાની અગાઉ જે માલધારીઓને ના પાડી હતી તે માલધારીઓ પોતાના માલ ઢોર લઈને રસ્તા ઉપરથી પસાર થઈને હતા ત્યારે ફરિયાદીએ પોતાના ટ્રેક્ટરનું હોર્ન મારતા ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને મારમાર્યો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતાને ખેતીકામ કરતા અકબરભાઈ વલીમામદભાઈ શેરસીયા (39)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ છેલાભાઈ ટોળીયા, વિજયભાઇ ઉર્ફે ગાંડિયો છેલાભાઇ ટોળીયા અને સુરેશભાઈ પબાભાઇ ટોળીયા રહે. બધા જોધપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે અગાઉ ફરિયાદીએ પોતાની વાડીમાં આરોપીઓને તેના માલ ઢોર ચડાવવાની ના પાડી હતી જે બાબતનો ખારાખીને ફરિયાદી ટ્રેકટર લઈને પોતાના વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈસરાઈલભાઈની વાડી પાસે વિપુલભાઈ અને વિજયભાઈ તેના ઘેટા અને ભેંસો લઈને જઈ રહ્યા હતા જેથી રસ્તો આપવા માટે ફરિયાદીએ પોતાના ટ્રેક્ટરમાં હોર્ન માર્યું હતું અને તો પણ આરોપીઓએ તેના ઘેટા અને ભેંસો સાઈડમાં કર્યા ન હતા જેથી ફરિયાદીએ વિપુલભાઈને તેના માલઢોર રોડ સાઈડમાં કરવા માટે કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા વિપુલભાઈ અને વિજયભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારે વિજયભાઈએ ધારિયા વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીના ટ્રેકટરની છત્રીના પાઇપ સાથે ધારિયું અથડાઈને ફરિયાદીના કપાળના ભાગે સામાન્ય ઇજા થઈ હતી જો કે, વિપુલભાઈએ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે માર માર્યો હતો અને સુરેશભાઈએ લોખંડના પાઇપથી જમણા પગના ઘૂંટણના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરેલ છે.






Latest News