મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ


SHARE









મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ

મોરબી મહાપાલિકાના અગ્નિશમન શાખા મહાપાલિકા વિસ્તારમાં આવેલ 3 હોસ્પિટલના 48 કર્મચારીઓ, 3 શાળાના 430 કર્મચારીઓ અને 3 હોટલના 29 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી

આ અંગે અધિકારી જણાવ્યુ હતું કે, ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોટલઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા હોટલને નોટીસ આપવામાં આવી હતી. અને ફાયર સેફટીના ચેકિંગ દરમિયાન 28 હોસ્પિટલમાં, 22 શાળામાં ફાયર સીસ્ટમ લગાવવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવ્યું હતું વધુમાં મોરબી જીલ્લામાં 6 જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ અને એક રેસ્ક્યુ કોલમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવેલ હતો. આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાપાલિકામાં આવેલ હોસ્પિટલ/ સ્કુલ માં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સીસ્ટમ લગાવવી અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય છે 




Latest News