મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત


SHARE









મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાલી પડેલા કવાર્ટર લાભાર્થીઓને આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ૩૦ લાભાર્થીઓ આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓએ તેના દસ્તાવેજ જમા કરાવેલ છે જેની તપાસણી બાદ કવાર્ટર ફાળવણીનું કામ શરૂ કરવામાં આવશે.

મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું છે અને મોરબી મહાપાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે તા.૩૦-૪ ના રોજ ૧૦:૩૦ થી ૫ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓ પૈકી ૩૦ લાભાર્થીઓ ત્યાં આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓ નિયત કરેલ દસ્તાવેજ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી લાભાર્થીનો ફાળો ભરાવી કામધેનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં આવાસ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. અને વેઈટીંગ લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.




Latest News