મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો
SHARE









મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો
કોરોનાએ લોકોના જીવનમાં, ધંધામાં તેમજ નોકરીમાં ખુબજ અસર કરી છે. માનસિક રીતે ઘણી અસર પડી છે. અને નકારાત્મકતા, ભય અને તણાવ વધ્યો છે. આની મોટી અસર બાળકોમાં ખુબજ પડી છે શાળાઓ બંધ હોવાથી મોબાઈલ તેમજ ઘણી એવી આદતો નવી બંધાઈ છે જે ભવિષ્યમાં નુકશાન કરે તો આ સમયમાં હકારાત્મકતા લાવવા અને પછી ભણતરમાં રસ જગાડવા અને વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા વધારવા હાલમાં તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ મોરબીમાં ટીચર્સ ટ્રેનિંગનું આયોજન થયેલ હતું. આ અદભૂત ટ્રેનિંગના આયોજનમાં રાજકોટના ખુબજ નામાંકીત ટ્રેનર હિતેશભાઈ ઘાટલિયા કે જેઓ લાઈફ પાઠશાળાના ફાઉન્ડર છે તેમને બોલાવવામાં આવેલ હતા અને હિતેશભાઈ ઘાટલિયા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના યોગ્ય કૌશલ્યોનો ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
