મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપરથી દારૂ ભરેલા મેટાડોર સાથે એક ઝડપાયો: બેની શોધખોળ


SHARE











વાંકાનેરના માટેલ રોડ ઉપરથી દારૂ ભરેલા મેટાડોર સાથે એક ઝડપાયો: બેની શોધખોળ 

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ આશ્રમ પાસેથી પસાર થતાં મેટાડોરને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૨૭૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ, વાહન તેમજ મોબાઇલ મળીને ૨.૦૬ લાખના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં દેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકામાં માટેલ રોડ પર આવેલ અમરધામ આશ્રમ પાસેથી પસાર થતા થતાં મેટાડોર નંબર જીજે ૨ યુ ૮૯૯૭ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૨૭૫ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૨.૦૬ લાખના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં મનુભાઈ વસ્તાભાઇ ખાચર જાતે કાઠી (ઉંમર ૨૨) રહે. થાનગઢ મફતીયાપરા ઝાલાવાડ પોટરી પાસે વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ જગસીભાઇ દાજીભાઈ દેવીપુજક અને જગુભાઈ ભીખુભાઈ દેવીપુજક રહે. બંને દ્વારકાધીશ હોટલ પાસે માટેલ રોડ ઝુંપડા વાળાને દારૂ આપવા માટે જતો હોવાનું સામે આવ્યું હોય તે બંને શખ્સોની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે 

માળીયા દારૂ

માળીયા તાલુકાના નવાગામથી મચ્છુ નદી તરફ જતા રસ્તામાં આવતી ગેબંસાપીરની દરગાહ પાછળના ભાગમાં નદીના કાંઠે બાવળની ઝાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૪૦૦ રૂપિયાના મુદામાલ સાથે મુસ્તાક બાબુભાઈ કટિયા (૨૨) રહે. નવાગામ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

વાંકાનેર દારૂ 

વાંકાનેર તાલુકામાં માટેલથી જામસર જતા રસ્તા ઉપર આવેલ વાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે સતિષભાઈ સોંડાભાઈ ધેનોજા રહે. માટેલ વાળાની વાડી માંથી ૧૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટે થઈને વપરાતો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે તેને કબજે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 






Latest News