મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદસિંહ ઝાલાની સ્મૃતિમાં કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
Morbi Today
મોરબીના જસમતગઢની સરકારી શાળામાં તસ્કરોની હેટ્રિક !
SHARE









મોરબીના જસમતગઢની સરકારી શાળામાં તસ્કરોની હેટ્રિક !
મોરબી નજીકના જેતપર પાસે આવેલ જસમતગઢ પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે સતત ત્રીજી વખત શાળાના મુખ્ય દરવાજા, રૂમ અને ઓફીસના તાળા તોડી કબાટના તાળા તોડી સાહિત્ય તોડી ફાડી નાખેલ છે અને આ અગાઉ એક વર્ષ પહેલાં પણ આજ રીતે તાળા તોડી શાળાના સાહિત્ય, કમ્પ્યુટર વગેરેની ચોરી કરેલ હતી અને માઈક સિસ્ટમ તથા સ્પીકરની ચોરી કરીને ખુબજ નુકશાન કરવામાં આવેલ હતું ત્યારે એફ.આર.આઈ. લખાવી હતી ત્યારબાદ છ મહિના પહેલા પણ તાળા તોડી ચોરીને અંજામ આપેલ હતો અને ત્યારે પણ પોલીસને જાણ કરેલ હતી ત્યાર બાદ વધુ એક વખત ચોર ત્રાટકયા હતા અને શાળામાં નુકસાન કર્યું છે તેમ જસમતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનજીભાઈ રંગપડીયાએ જણાવ્યુ છે
