વાંકાનેરના માટેલ રોડ ઉપરથી દારૂ ભરેલા મેટાડોર સાથે એક ઝડપાયો: બેની શોધખોળ
મોરબીના જાંબુડીયા પાસેથી ૧૦૦ લિટર દારૂ ભરેલી રિક્ષા સાથે ચાર પકડાયા: મહિલા સહિત બે ની શોધખોળ
SHARE









મોરબીના જાંબુડીયા પાસેથી ૧૦૦ લિટર દારૂ ભરેલી રિક્ષા સાથે ચાર પકડાયા: મહિલા સહિત બે ની શોધખોળ
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલા કોમેન્ટ સિરામીક પાસેથી પસાર થતી રિક્ષાને રોકીને પોલીસે ચેક કરતાં તે રિક્ષામાથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને રિક્ષા સહિત ૬૬,૮૩૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલા કોમેન્ટ સિરામીક પાસેથી પસાર થતી રિક્ષા જીજે ૩ એઝેડ ૯૫૦૪ ને રોકીને પોલીસે ચેક હતી ત્યારે આ રિક્ષામાં મૂકવામાં આવેલ સ્ટીરિયાની લાકડાની પેટીમાથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં દારૂના જથ્થા સાથે મહમદઅસ્ફાક મહમદરફીક બુખારી જાતે સૈયદ ઉ.૨૮ રહે. જીલ્લા ગાર્ડન, બાપુનગર મેઇન રોડ રાજકોટ, શકીલભાઇ મહેબુબભાઇ બ્લોચ જાતે મકરાણી ઉ.૨૫ રહે જીલ્લા ગાર્ડન, બાપુનગર મેઇન રોડ રાજકોટ, ભરતભાઇ જગદીશભાઇ વરાણીયા જાતે કોળી ઉ.૨૭ રહે. વીસીપરા, સ્મશાન રોડ, મોરબી, અને કિશનભાઇ જગદીશભાઇ કગથરા જાતે કોળી ઉ.૨૩ રહે. જાંબુડીયા, મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચમનભાઇ રહે. રાજકોટ અને ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઇ કોળી રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના સી ચમનભાઈએ ધનીબેનના કહેવાથી રિક્ષામાં દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો.
અકસ્માતમાં ઇજા
માળીયા તાલુકાના મોટા દહીસરા ગામ પાસે નવલખી રોડ ઉપરથી પસાર થતાં માલદેવભાઈ ઉર્ફે માલો મેરૂભાઈ મકવાણા જાતે કોળી (ઉંમર ૨૦) રહે. મોટા દહીસરા વાળા પસાર થતા હતા ત્યારે તેને ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૨૦૪ ના ડ્રાઈવરે તેને હડફેટે લેતા બંને પગમાં ફેક્ચર જેવી ઇજા થયેલ છે અને ટ્રક ચાલક અકસ્માત સર્જી પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા માલદેવભાઈ મકવાણાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
