મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો


SHARE









મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં આ કોર્ષ તેમણે સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે. જેઓ આવતા વર્ષે કુલ્લી મનાલી ખાતે સરકાર દ્વારા યોજાનાર શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, ગુજરાત સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે ૫૦ થી ૬૦ વર્ષની વયના લોકો માટે સૌપ્રથમ વખતની બેન્ચની વિશિષ્ટ સાહસ શિબિર એટલે કે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેના માટે ગુજરાતભરમાંથી ૪૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં તેઓએ આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે સાથે જ ગ્રુપના ડી.ઑ. તરીકેનું બહુમાન મેળવી જોશી (કમિશનર, યુથ સર્વિસિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ગુજરાત રાજ્ય, ગાંધીનગર) ના હસ્તે પ્રમાણપત્ર મેળવીને સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના મોરબી જિલ્લાના એમ્બેસેડર બન્યા છે.
 

લાલજીભાઈ કુનપરા દ્વારા આવતા વર્ષે કુલ્લુ મનાલી ખાતે સરકાર દ્વારા આયોજિત શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.મન હોય તો માળવે જવાય આ યુક્તિ અનુસાર તેમની આ અનેરી સિદ્ધિ અને સફળતા બદલ તેઓ માર્ગદર્શક અમિતભાઈ ગોધાણી, સ્પોન્સર મહેશભાઈ બી. ડાભી, તથા તેમના પત્ની શિતલબેન કુનપરા અને પુરા પરિવારનો આભાર વ્યક્ત કરે છે. તેમની આ સિદ્ધિ બદલ વિદ્યાલય પરિવાર, ઠાકોર સમાજ, તથા શુભેચ્છકો તરફથી ચોમેરથી પ્રસંશા અને અભિનંદન વર્ષા થઈ રહી છે અને માઉન્ટ આબુ ખાતે ઉંમર વર્ષ ૮ થી ૪૫ વયના લોકો માટે આગામી કેમ્પની માહિતી જોઈતી હોય તો સોમવારથી શુક્રવાર સવારે ૧૦ થી ૧૨ દરમિયાન લાલજીભાઈ કુનપરા (મો.૯૮૨૫૬ ૪૮૬૯૩) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે.




Latest News