મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા
SHARE









મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા
મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ ભાગ લીધો હતો ત્યાર બાદ તેમના મોરબી ખાતેના નિવાસસ્થાન નાલંદા કેમ્પસ વિરપર ખાતે દલિત પરિવારના શાંતુબેન દિનેશભાઇ ચાવડા (ગામ વિરપર) તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાળીને ગૌરવભેર સન્માન કરેલ ઍટલુ જ નહિ પણ તેમના પરિવાર સાથે કલાકો સુધી સમય વિતાવ્યા હતો. સાથે-સાથે તેમના પરિવાર સાથે ચા-નાસ્તો તેમજ ભોજન લીધુ હતું. ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુશળતા અંગેની પૃચ્છા કરી હતી. આમ, સંવિધાનના સર્જક ઍવાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાઍ અનુકરણીય પગલું ભર્યુ હતુ.
