મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ગેસ-રોમટિરિયલ્સના ભાવ વધારાએ કમર તોડી નાખી: મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો ઘટાડો


SHARE







ગેસ-રોમટિરિયલ્સના ભાવ વધારાએ કમર તોડી નાખી: મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો ઘટાડો

મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશમાં લાખો લોકોને રોજગારી આપે છે અને સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે જો કે, છેલ્લા મહિનાઓમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસ તેમજ રોમટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો થયો છે જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે અને અહીના કારખાનેદારો દ્વારા માલની માંગ ઘટી રહી હોવાથી તેના ઉત્પાદન ઉપર કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે જેથી કરીને ધીમેધીમે કરતાં આજની તારીખે લગભગ ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટી ગયું છે. 

દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે જો કે, ચાઈનાની અંદર આજની તારીખે નેચરલ ગેસ આસરે ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે અને મોરબીમાં ટેક્સ સાથે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી ગેસ સપ્લાય કરવામાં આવે છે અને છેલ્લા બે ભાવ વધારાના કારણે ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ગેસ ઉપરાંત અન્ય રીમટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ ઘટ્યું છે અને ડોમેસ્ટિક માર્કેટમાં માલ સપ્લાઈ થતો નથી જેથી કરીને કેટલા ઉદ્યોગકારો દ્વારા તેના ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે અને અમુક ઉદ્યોગકારોએ તો તેના કારખાનામાં માલની ડિમાન્ડ સતત ઘટી રહી છે જેથી માલનો કારખાનામાં ભરાવો થતો હોવાથી તેના કારખાના જ બંધ કરી દીધા છે તેવું મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિએશન માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ જણાવ્યુ છે. 

મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લે જે બે તોતિંગ ભાવ વધારા કરેલા છે તેના લીધે ઉદ્યોગકારોની કમર તૂટી ગયેલ છે અને બેન્ક ગેંરેટી માટે રૂપિયા શોધતા થઈ ગયા છે અને અધુરામાં પૂરું એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે જે કન્ટેનર પહેલા બે થી ત્રણ હજારમાં ભાડે મળતા હતા તે હાલમાં ૧૦ થી ૧૨ હજારમાં પણ ભાડે મળી રહ્યા નથી તેવું મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ છે. 

સતત ગેસ સહિતના રોમટિરિયલ્સના ભાવ વધારાના કારણે સિરામિક ઉધોગના વળતા પાણી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જોકે સરકાર દ્વારા આમાં કોઈ હુફ આપવામાં આવે તેવી તેમણે લાગણી વ્યક્ત કરે છે અત્રે ઉએલેખનીય છે કે, જુલાઈ મહિનાની અંદર મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ૧૧૦૦ કરોડ, ઓગસ્ટમાં ૧૦૦૦ કરોડ અને સપ્ટેમ્બરમાં ૮૦૦ કરોડનું એક્સપોટ કરેલ છે આમ છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનું એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે અને છેલ્લા દિવસોમાં ઇન્ટરનેશનલ અને લોકલ માર્કેટમાંથી જે ઓર્ડર લેવામાં આવ્યા છે તેમાં ઘણા ઉદ્યોગકારોએ નુકશાન કરીને પોતાની પાર્ટીને ટકાવી રાખી છે તેવું કહીએ તો તેના જરાપણ અતિશયોક્તિ નથી. 

અહીના ઉદ્યોગકારોના કહેવા મુજબ મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન મારફતે સિરામિક યુનિટમાં ગેસ સપ્લાય કરવામાં આવે છે તે પાઇપ લાઇનમાં પીએનજીઆર દ્વારા વેકલ્પિક ગેસ નાખવા માટે તેને છૂટ આપવામાં આવે તો ગેસ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય અને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ મળે તેવી શક્યતા છે જોકે આમાં પણ ગુજરાત ગેસ કંપનીની દાદાગીરીના કારણે અન્ય કોઈ ગેસ કંપનીને ગેસ નાખવા માટેની છૂટ આપવામાં આવતી નથી જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં અહીના ઉદ્યોગકારોને આ પીડામાથી મુક્તિ મળશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.




Latest News