વાંકાનેરના ઠીકરીયાળા ગામે તબેલામાંથી 49 બોટલ દારૂ-24 બિયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા
SHARE








મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા
મોરબી સહિત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ઘણી વખત જર્જરિત મકાન કે મિલકત પડે તેવી ઘટનાઓ બનેલ છે ત્યારે આગામી ચોમાસા પહેલા જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને સૂચના અપવામા આવેલ છે અને જો વરસાદને કારણે કોઈ જર્જરિત મકાન તૂટી પડે અને કોઇના પણ માલ સામાનને નુકશાન થશે કે પછી જાનહાની થશે તો તેના માટે મિલકતના માલિક/ કબજેદારની જવાબદારી રહેશે તેવું મહાપાલિકાના સીટી ઈજનેરએ જણાવ્યું છે.
મોરબી મહાપાલિકાના સીટી ઈજનેરે જણાવ્યુ હતું કે, મોરબી શહેરી વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલ છે અને આગામી સમયમાં ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદ પડે ત્યારે જર્જરિત મિલકત કે મકાન તૂટી પડવાથી જાનમાલને નુકશાન ના થાય તે માટે આસામીને મિલકત તાત્કાલિક ઉતારી લેવા માટેની જાહેર નોટીસ આપવામાં આવેલ છે જો કે, જર્જરિત મિલકત ન તોડવામાં આવે અને કોઈ દુઘર્ટના થશે અને તેમાં કોઈપણ વ્યક્તિના જાન માલને કોઈપણ પ્રકારનું નુકશાન થશે તો તેના માટે જે તે મિલકતના આસામીની જ જવાબદારી રહેશે. અને ખાસ કરીને જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધીન અમલવારી કરવાની રહેશે.
