ગેસ-રોમટિરિયલ્સના ભાવ વધારાએ કમર તોડી નાખી: મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો ઘટાડો
મોરબીના કુંતાસી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાતા આધેડ સારવારમાં
SHARE
મોરબીના કુંતાસી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાતા આધેડ સારવારમાં
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના કુંતાસી ગામે રહેતા મુળજીભાઇ કુબેરભાઈ ભોયા નામના ૫૦ વર્ષીય આધેડે તેના ઘેર કોઈ કારણોસર રાંઢવા વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતાં તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસને વધુ તપાસ અર્થે જાણ કરી હતી.ધાંગધ્રા તાલુકાના કલાવડી ગામે રહેતો ભરત રાયસિંગ કોળી નામનો ૨૯ વર્ષનો યુવાન ધ્રાંગધ્રાના વાવડી ગામે બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં અચાનક કૂતરું આડુ પડતા ઇજાગ્રત થયેલા ભરતને સવારમાં અહીં આયુષ હોસ્પિટલ લવાયો હતો.
ઝેરી દવા પી લેતા સારવારમાં
સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામે રહેતા પૂજાબેન અશોકભાઈ વેલજીભાઈ નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી કાલીકા પ્લોટમાં રહેતા સાયરાબેન અનવરભાઇ નામની ૪૦ વર્ષીય મહિલાને રહેણાંક મકાન નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબી નજીકના માળીયાના ટોલનાકા પાસે ટ્રક સાથે ટ્રક અથડાતા પાસુરામ ગોરધનભાઈ જાટ (૨૭) રહે.ગોવિંદપુરા શાહપુરા જયપુર રાજસ્થાન વાળાને ઇજા થતાં સારવારમાં લવાયો હતો.મોરબીના રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે રહેતા સલમાબેન નૌસાદભાઈ અજમેરી પીંજારા નામની ૩૫ વર્ષીય મહિલાને તેના પતિએ કોઈ બાબતે માર મારતાં સલમાબેનને સિવિલમાં સારવાર માટે લવાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીની વાવડી ચોકડી પાસે થયેલ બાઈક અને ટ્રકના અકસ્માતમાં નિલેશ જગદીશભાઈ રાવત (૧૪) હાલ રહે. જામજોધપુર જોડિયા મુળ અલીરાજગઢ મધ્યપ્રદેશ વાળાને ઇજાઓ થતાં સારવારમાં મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે ટ્રેકટકની લોરીમાં ભરેલ કપાસની ઉપર બેઠેલા રૂકસાનાબેન જાફરભાઈ રાઠોડ (૭૧) ઊંચાઈ ઉપરથી નીચે પડી જતાં તેઓને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.