મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણની ઘરે જાણ થઈ જતાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાનું અભયમની ટીમે કર્યું કાઉન્સિંલિંગ


SHARE











પ્રેમ પ્રકરણની ઘરે જાણ થઈ જતાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાનું અભયમની ટીમે કર્યું કાઉન્સિંલિંગ

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબતી સમાન કિસ્સા સામે આવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગીરાને સગીર સાથે પ્રેમ હતો જેની જાણ તેના પરિવારને થઈ જતાં સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી સગીરાના પરિવારે 181 ની ટીમની મદદ લીધી હતી અને સગીરાનું કાઉન્સિંલિંગ કરીને તેને અભ્યાસમાં ધ્યાન આપવા માટે સમજ આપવામાં આવી હતી.

181 મહિલા હેલ્પલાઇન પર કિશોરીના મોટી બા નો  કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરી ના કાઉન્સિલિંગ માટે મહિલા હેલ્પલાઇનની મદદ જોઈએ છે, જેથી કરીને 181 મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં જવા માટે રવાના થયેલ હતી અને કિશોરીના મોટી બા સાથે ચર્ચા કરીને માહિતી મેળવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેમની દીકરીની ઉંમર 17 વર્ષની છે અને તે એક છોકરાને પ્રેમ કરે છે અને તે અંગેની જાણ ઘરે થઈ ગયેલ હોવાથી તે દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ હતો. અને દીકરી હાલમાં સગીર છે જો કે, પુખ્તવયની  થાય પછી જ્યાં કહેશે ત્યાં લગ્ન કરાવી આપવાનું તેઓએ 181 ની ટીમને કહ્યું હતું.

ત્યારબાદ 181 મહિલા હે્પલાઇન ટીમએ  કિશોરી નું કાઉન્સિલિંગ કરતા કિશોરી કહ્યું હતું કે, તે અંદાજીત એક વર્ષથી  સોશિયલ મીડિયા મારફતે તે વ્યક્તિના સંપર્કમાં આવેલ છે અને તેની સાથે પ્રેમ થયેલ છે જે અંગેની પહેલા તેના પરિવારને જાણ ન હતી પરંતુ થોડા દિવસો  પહેલા જાણ થતા તે ગભરાઈ ગયેલ હતી અને આત્મહત્યા કરી લેવા માટેનો પ્રયત્ન કરેલ હતો ત્યારે તેને પગલું ભરતા તેની માતાએ અટકાવી હતી. વધુમાં કિશોરીએ કહ્યું હતું કે જે વ્યક્તિ સાથે તેને લગ્ન કરવા છે તે વ્યક્તિની ઉંમર હાલમાં 19 વર્ષની છે જેથી કિશોરીને 181 ની ટીમે પુખ્તવયે લગ્ન કરવા અને હાલ અભ્યાસમા ધ્યાન આપીને કારકિર્દી બનાવવામા ધ્યાન આપવા માટેની સમજ અભયમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે કિશોરીએ 181 ની ટીમને તે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો પ્રયાસ નહીં કરે તથા અભ્યાસમા ધ્યાન આપશે તેવી ખાતરી આપી હતી.






Latest News