મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં બાકી નીકળતા રૂપિયા માંગતા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









માળીયા (મી)માં બાકી નીકળતા રૂપિયા માંગતા યુવાન ઉપર છરી વડે હુમલો

માળીયા (મી)માં જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા યુવાને બાકી નીકળતા રૂપિયા માંગતા સામે વાળા શખ્સને તે સારું લાગ્યું ન હતું જેથી કરીને યુવાનની સાથે ઝઘડો કરીને તે શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો ત્યારે તે યુવાનને ડોક તથા જમણા હાથના બાવળામાં છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને લખાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)માં જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટી (22) નામના યુવાને સમીર હુસેનભાઈ જેડા રહે. વાડા વિસ્તાર માળીયા (મી) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેને સમીર જેડા પાસેથી પૈસા લેવાના હતા જે બાકી નીકળતા પૈસા ફરિયાદીએ માંગ્યા હતા જે તેને સારું નહિ લાગતાં આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદ ઉપર હુમલો કરીને તેને ડોકમાં ડાબી સાઈડે તથા જમણા હાથની બાવળા ઉપર છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News