મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં કરેલ સજા-દંડ અપીલ કોર્ટે યથાવત રાખ્યો


SHARE













મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં કરેલ સજા-દંડ અપીલ કોર્ટે યથાવત રાખ્યો

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયેલ હતી જેમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 8 લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂપીયા 7,23,250 વળતર ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો જેની સામે સામે વાળાએ મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રીન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહીડા સાહેબની કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલમાં કોર્ટે નીચેની કોર્ટે આપેલ હુકમને કાયમ રાખીને આરોપીને જેલ હવાલે કરેલ છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી નાનક ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર રહે. -204, બાબુભાઈ ચેમ્બર, આથવા ગેટ, સુરત વાળા સામે મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી. બુધ્ધ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નંબર-4465/2020 થી ચેક રિટર્નનો કેસ કર્યો હતો જેમાં ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઈઓના આધારે તા. 29/03/2024 ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ સાહેબે આરોપી ભરતકુમાર ધિરુભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 8 લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરિયાદીને રૂપીયા 7,23,250 વળતર ચૂકવવા હુકમ કરલે હતો જેથી આરોપીએ મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રીન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ફોજદારી અપીલ નંબર-18/24 થી અપીલ દાખલ કરેલ હતી જે અપીલ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદીના વકીલ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારની અપીલ નામંજૂર કરીને નીચેની કોર્ટે આરોપીને આપેલ સજા ફટકારતો હુકમ કાયમ રાખીને આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ ડી. વરીયા રોકાયેલ હતા.




Latest News