મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા
મોરબીના સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ ગુમ
SHARE







મોરબીના સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ ગુમ
મોરબીમાં પ્રકૃતિ સોસાયટીની સામે આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ ગુમ થયેલ છે જેની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ કરીને પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
મૂળ હળવદ તાલુકાનાં ઈશ્વરનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા રહેતા દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા (67) ગત તા.25/10/24 ના રોજ સવારના 6 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે. અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ કરીને પોલીસે તેને શોધવા માટેની કાવયત શરૂ કરેલ છે. વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, ગુમ થયેલા વૃદ્ધનો શરીરે પાતળા બાંધાના, ઊંચાઈ આશરે સવા પાંચેક ફૂટ, સફેદ દૂધિયા કલરનો શર્ટ તથા બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે અને ગળામાં સફેદ કલરના દોરાવાળી કંઠી પહેરેલ છે. જેની કોઇની પાસે માહિતી હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મો. નં. 6357240718 અથવા તપાસ કરનાર એ.એમ. ઝાપડીયાના મો. નં. 9714064419 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
