મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો
મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા
SHARE







મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા
મોરબીના લોકો પાણી નિયમિત રીતે મળતું રહે તેના માટે મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેનું કનેક્શન જીડબલ્યુએસએસબીની ચાલુ લાઈનમાં શટડાઉન લઈને કરવાનું છે જેથી કરીને મોરબીમાં આગામી ગુરુ અને શુક્રવારે બે દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે.
મોરબી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમમાંથી મોરબીના લોકોને પીવા માટેનું પાણી સ્પ્લાઈ કરવામાં આવે છે જો કે, ત્યા મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામ તા. 14 ના રોજ સવારે 8 થી રાતના 8 સુધીમાં કરવામાં આવશે. જેથી કરીને મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવાની કામગીરી તા. 12 ના બપોરના 12 થી તા. 15 ના રોજ સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી કરીને સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા 48 કલાક જેટલો સમય લાગશે જેથી તા. 15 અને 16 એટ્લે કે ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે.
