મોરબીના કુંતાસી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાતા આધેડ સારવારમાં
મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી
SHARE
મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી
મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સમતા ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચાલતા નિ:શુલ્ક ક્લાસીસ દ્વારા ૨૬ નવેમ્બર સંવિધાન દિવસ અનુસંધાને સંવિધાન દિવસની ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ મોરબી તાલુકામાં ગાંધીચોક ખાતે આવેલ બાબાસાહેબના સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરવામાં આવ્યા હતા અને આમુખનું વાંચન કરવામાં આવેલ હતું.જેમાં રાહુલભાઈ સોલંકી, હરેશભાઈ ચૌહાણ, સાવનભાઈ વાઘેલા, કૌશિકભાઈ પરમાર, ધર્મેશભાઈ મકવાણા, હેતલબેન જાદવ દ્વારા પ્રોગ્રામ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી તેમજ આ પ્રસંગે મોરબી તાલુકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહેલ હતા જેમનું સમતા ફાઉન્ડેશન દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.