મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 200 મીટર કેબલ વાયર સહિત 16 હજારના મુદામાલની ચોરી


SHARE



































મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 200 મીટર કેબલ વાયર સહિત 16 હજારના મુદામાલની ચોરી

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બનતા બ્રિજના કામ પાસે નાખવામાં આવેલ 200 મીટર કેબલ વાયર તથા અન્ય વસ્તુ મળીને 16,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલ અમદાવાદ ખાતે રહેતા અરવિંદસિંગ કરણસિંગ લોધી (37)એ અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં નવા બનતા બ્રિજ નીચે ફરિયાદીની સરકારી કચેરીના એલ એન્ડ ટી કંપની દ્વારા નાખેલ એનએફએસઓએફસી કેબલમાંથી 200 મીટર કેબલ વાયર જેની કિંમત 14,000 રૂપિયા તથા તેની સાથે લાગેલ જોઈન્ટ ક્લોઝર જેની કિંમત 2,000 આમ કુલ મળીને 16,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


















Latest News