મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇકો ગાડીને ચાલાકે હડફેટે લેતા રાહદારી યુવાનને છાતી-કમરમાં ફ્રેકચર


SHARE









વાંકાનેરમાં ઇકો ગાડીને ચાલાકે હડફેટે લેતા રાહદારી યુવાનને છાતી-કમરમાં ફ્રેકચર

વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પટેલ સમાજની વાડી સામેથી યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ઇકો ગાડીને ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને છાપી અને કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ મિલકોલોની સોસાયટીમાં રહેતા શહેબાઝ મેહબુબભાઇ બુખારી (28)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે 36 એફ 3796 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પટેલ સમાજની વાડી પાસેથી તે પગપાળા ચાલીને જતો હતો ત્યારે સામેથી આવેલ ઇકો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરીયાદી યુવાનને છાતી અને કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ છે માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ રૂ કરેલ છે.




Latest News