મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી તાંબા-પીતળના ભંગારની ચોરી કરનાર બીજો ઇસમ પકડાયો
SHARE
મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી તાંબા-પીતળના ભંગારની ચોરી કરનાર બીજો ઇસમ પકડાયો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગર નજીકના ભંગારના ડેલામાંથી પીતળ અને તાંબાના ભંગારની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભંગારના ડેલાવાળાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કર્યા બાદ ગઇકાલે ચોરીમાં સંડોવાયેલ બીજા ઇસમને પણ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા જમાલશા રહેમાનશા શાહમદાર (ઉંમર ૫૦) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુલેમાન હૈદરભાઈ જેડા અને ફતેમામદ તાજમામદ જામ રહે.બંને માળીયા મિંયાણાવાળાની સામે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી લીધા છે. જમાલશા દ્વારા જે ફરિયાદ નોંધાવાઈ છે તેમાં તેમણે જણાવ્યું હતુ કે તા.૨૨-૧૧ ના રોજ રાત્રિના સમયે આરોપીઓ આર્ટિગા ગાડી લઈને તેમના ભંગારના ડેલા આવ્યા હતા અને ત્યાંથી ૨૦ કિલો તાંબુ અને ૩૦ કિલો પિત્તળનો ભંગાર ચોરી કરી ગયા હતા આમ કુલ મળીને ૨૮,૯૦૦ ની કિંમતના ભંગારની બન્ને શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય પોલીસે જમાલશાની ફરિયાદના આધારે અગાઉ સુલેમાન હૈદર જેડાની ધરપકડ કરી હતી અને ગઇકાલે ફતેમામદ તાજમામદ જેડા મિંયાણા (૨૮) હાલ રહે.કાંતીનગર મોરબી-૨ મૂળ રહે.કોઇબા વાંઢ માળીયા(મિં.) ની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કાંતાબેન ભુદરભાઈ પટેલ નામના ૬૩ વર્ષીય વૃદ્ધા ગતરાત્રીના પોતાના ઘરેથી પ્રભુકૃપા ટાઉનશીપ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બમ્પ આવતા બાઈક સ્લીપ થઈ જવાથી પડી ગયેલા કાંતાબેન પટેલને ઇજાઓ થતાં અત્રે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે હળવદનો રહેવાસી કમલેશ પોપટભાઇ કણજારીયા નામનો યુવાન ઘરેથી વાડીએ જતો હતો ત્યારે ધનાળા પાસે તેનું બાઈક સ્લીપ થતા અકસ્માતે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
કાર-બાઈક અકસ્માત
મોરબીના હળવદ તાલુકાના વેગડવાવ ગામનો રહેવાસી વિરમભાઈ માલાભાઈ સુરેલા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદમાં મોરબી ચોકડી પાસે તેના બાળકને કાર ચાલકે હડફેટે લેતાં ઈજાગ્રસ્ત વિરમને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ લાઇન્સનગર વિસ્તારમાં રહેતા લલીતાબેન ધરણદાસ નામના ૩૯ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે સેન્ટ મેરી સ્કૂલ પાસે અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતા લલીતાબેન પણ સારવારમાં આયુષ હોસ્પિટલે લવાયા હતા.