મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર ફેસબુક આઈડી ઉપર મૂકનાર સામે કાર્યવાહી


SHARE



































મોરબીમાં વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર ફેસબુક આઈડી ઉપર મૂકનાર સામે કાર્યવાહી

વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને સોશિયલ મીડિયા ઉપર પોલીસ વિભાગની સતત નજર રહેતી હતી તેવામાં મોરબીમાં એક શખ્સ દ્વારા તેના ફેસબુક આઇડી ઉપર વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર મૂકીને દેશના સૈનિકનું મનોબળ તોડવા અને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થાય તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા એકાઉન્ટના ધારક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એચ. ભટ્ટ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુમાભાઇ સુમરા નામની ફેસબુક આઇડી ઉપર જાણી જોઈને ઇરાદાપૂર્વક સોશિયલ મીડિયામાં ભારત પાકિસ્તાનના તણાવના સંજોગો વચ્ચે દેશના વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર મૂકવામાં આવ્યું હતું અને દેશના સૈનિકોનું મનોબળ તોડવા માટેનો તથા લોકોમાં ભયનો માહોલ ઊભો થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી રાજ્ય વિરોધી ગુનો કરવામાં આવેલ હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ફેસબુક આઇડીના ધારક તથા તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


















Latest News