મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા વાંકાનેરમા ગાડીનો પીછો કરીને પોલીસે 550 લિટર દેશી દારૂ સહિત 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની શોધખોળ હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીસિંહ જાડેજા વાંકાનેર, ટંકારા અને હળવદ પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ૪૪ કેસ કર્યા: ૧૮.૨૦ લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી પાસે મોર્નિંગ વોકમાં જતા પિતા-પુત્રને રીક્ષાએ ઉડાવ્યા,  વૃદ્ધને  વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા


SHARE

















મોરબી પાસે મોર્નિંગ વોકમાં જતા પિતા-પુત્રને રીક્ષાએ ઉડાવ્યા,  વૃદ્ધને  વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

મોરબીના છાત્રાલય રોડથી આગળ આવેલા સરદારનગરમાં શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ હરખજીભાઈ ઠોરીયા (ઉ.63) અને નયન રમેશભાઈ ઠોરીયા (ઉ.33) પગપાળા નાની વાવડીથી બગથળા ગામ જતા રસ્તે જઈ રહ્યા હતા. ત્યારે પેટ્રોલ પંપ નજીક અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને પાછળથી હડફેટે લીધા હતા. જેથી રમેશભાઈ અને નયનભાઈને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયાંથી રમેશભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

વધુમાં તપાસ અધિકારી એમ.પી. ઝાલાના જણાવ્યા મુજબ તેઓ મુળ બગથળાના રહેવાસી છે અને મોરબી રહેતા હતા. હાલ વેકેશન હોય બગથળા રહેવા માટે આવ્યા હતા અને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા ત્યારે બગથળા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ઓટો રીક્ષાના ચાલકે બંનેને હડફેટે લીધા હતા. જયારે ટંકારા તાલુકાના વતની સતિષ દિપકભાઈ પનારા (ઉ.35) બાઈક લઈને જતા હતા ત્યારે લજાઈ ગામ નજીક આવેલા મામાદેવના મંદિરની પાસે તેમનું બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં
ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામે રહેતા કૈલાસબેન બનુભાઈ દેત્રોજા બાઇક પાછળ બેસીને જતા હતાં ત્યારે વાહન સ્લીપ થઇ જતાં  સારવારમાં અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના મયુરનગર વિસ્તારના વિજુબેન ધીરૂભાઈ ચાવડા (58) નામના મહિલા કોઈ કારણસર ફિનાઈલ પી જતા તેમને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
વાવડી રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજાઓ થતા જયેશ અરજણભાઈ સાકરીયા (33) રહે. વીસીપરાને અહીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલએ અને નવલખી રોડ ધકકાવાળી મેલડી માતા મંદિરની પાસે બાઈક સ્લીપ થઈ જતા વિજય કેશુભાઈ (21) રહે. મકનસર ગોકુલનગર વિસ્તારને પણ સારવારમાં ખસેડાયો હતો.
વૃધ્ધ સારવારમાં
 મોરબી તાલુકાના જેપુર ગામના ડાયાભાઈ રાઘવજીભાઈ સાણજા નામના 77 વર્ષના વૃધ્ધ બાઈકમાંથી પડી જતા ફ્રેકચર જેવી ઈજા સાથે દવાખાને સારવારમાં ખસેડાયા હતા. તેમજ કંડલા બાયપાસ વાડી ચોકડી પાસે ટુ વ્હીલર સ્લીપ થવાના બનાવમાં વિપુલભાઈ રાજેશભાઈ પંડીત (ઉ.41) રહે. ભવાની કૃપા સાવસર પ્લોટ-2 ને ઈજાઓ થતા ઓમ ઓર્થો. હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.જયારે જેતપર રોડ પીપળી ગામે રહેતા લખન મોગાનભાઈ સોહેબ (22) નું બાઈક ગામ નજીક પલ્ટી મારી જતા તેને ઓમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં પ્રભાબેન જીવરાજભાઈ પટેલ (ઉ.47) રહે.રામકો વિલેજ ઘુંટુને બાઈકમાંથી પડી જતા ઈજા પહોંચતા આયુષ હોસ્પિટલે લઈ જવાયા હતા.






Latest News