મોરબીમાં આર્મી, નેવી કે એરફોર્સના અધિકારી બનવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યુ
મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન
SHARE









મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન
મોરબીમાં આજે ખાખરેચી દરવાજા પાસે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે પાંચ મકાનો અને એક ઓરડીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
દર બુધવારે મોરબીના કોઈ એક વિસ્તારની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે વર્ષો જૂના મકાનો હતા તે મકાનમાં રહેતા લોકો પાસે તેના જરૂરી કોઈ કાગળ કે લખાણ હતું નહીં જેથી કરીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યાં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જૂના તેમજ જર્જરિત મકાનો હોવાના કારણે તેને તોડવા માટેની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા.
આજે પાંચ જેટલા મકાનો, એક ઓરડી તથા બાથરૂમ બનાવવામાં આવ્યા હતા તે તમામે તમામ બાંધકામને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે જ્યારે સ્થળ ઉપર રહેતા લોકોના કહેવા મુજબ રાજાશાહી વખતમાં ત્યાં સૂરજ કુંવરબાનો વિસામો હતો અને ત્યાં રહેતા લોકોના દાદા ત્યાં પગી તરીકે રહેતા હતા ત્યારથી તેનો પરિવાર ત્યાં રહે છે જોકે હાલમાં સ્થળ ઉપર હેતા લોકો પાસે તે અંગેનો કોઈપણ પ્રકારનો આધાર પુરાવો ન હોવાના કારણે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમામ દબાણ તોડી પાડવામાં આવેલ છે.

