ગુજરાત-ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખની માંગ
મોરબીના મહેન્દ્રનગર ગામે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ-પાણીના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પંચાયતના સભ્યની કમિશ્નરને રજૂઆત
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ-પાણીના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પંચાયતના સભ્યની કમિશ્નરને રજૂઆત
મોરબીના મહેન્દ્રનગર ગામનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે. જો કે, વરસાદી પાણીનો નિકાલ, પાણીની લાઇનનું રિપેરિંગ, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી ચોમાસામાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય તેમ છે જેથી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય દ્વારા આ બાબતે મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મહેન્દ્રનગર ગામે સુવિધા આપવાની માંગ કરેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મહેન્દ્રનગર ગામનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ગામે આવેલ મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ભુર્ગભ ગટર હતી જે કાઢી નાખેલ છે જેના કારણો ગટરનું ગંદુ પાણી રોડની બહાર આવે છે અને ખુબજ ગંદકી થાય છે માટે વહેલી તકે ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવે તે જરૂરી છે.
તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવેલ છે તે સોસાયટી અંદાજે ત્રણ ફુટ ઉંચો છે જેથી વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થયેલ છે જેના કારણેથી વરસાદનું પાણી નજીકની સોસાયટીમાં ભરાઈ અને લોકોને નુકશાન થાય તેવી શક્યતા છે. અને નવો રોડ બનાવાથી પાણીને લાઇનો તુટી ગયેલ છે જેના કારણે લાઇનમાં આવતુ પાણી ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે. જેથી પાણીની લાઇન રીપેરીંગ કરીને સમયસર લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

