મોરબી પાસે મોર્નિંગ વોકમાં જતા પિતા-પુત્રને રીક્ષાએ ઉડાવ્યા, વૃદ્ધને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા
ગુજરાત-ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખની માંગ
SHARE









ગુજરાત-ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખની માંગ
ગુજરાતમાં યુવાનો ઓનલાઈન ગેમિંગની કુટેવના લીધે પરિવાર બરબાદ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સહિત ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો ચસ્કો વધી ગયેલ છે. અને ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલસાના કારણે યુવાનો પોતાના પરિવારની બરબાદી તરફ વળી રહયા છે. આટલું જ નહીં ઘણી વખત ઓનલાઈન ગેમિંગના લીધે આત્મહત્યાના બનાવ પણ બનેલ છે અને પરિવારના માળા વિખાઈ ગયેલ છે ત્યારે જો તીનપતી કે અન્ય જુગાર રમતા પકડાય તો તેઓને પકડીને મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનથી ખુલ્લેઆમ જુગાર રમાઈ રહયો છે. તેમના વિરૂધ્ધ કાર્યવાહી કેમ નહી ? આ રજુઆતને ધ્યાને લઈ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશના યુવાનો તથા નાગરિકોના હિત માટે ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ કરેલ છે.

