મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સાપર પાસે કાર પાછળ રિક્ષા અથડાતાં અકસ્માત: મહિલા સહિતના મુસાફરોને ઇજા થતાં સારવારમાં


SHARE



































મોરબીના સાપર પાસે કાર પાછળ રિક્ષા અથડાતાં અકસ્માત: મહિલા સહિતના મુસાફરોને ઇજા થતાં સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર શાપર પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી સીએનજી રીક્ષાનો ચાલક પેસેન્જર બેસાડીને રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહનનું કાવું મારીને આગળ જતાં સ્વિફ્ટ ગાડીની પાછળના ભાગમાં રીક્ષા અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષાની અંદર બેઠેલ મહિલા સહિતના અન્ય મુસાફરોને શરીરે નાના મોટી ઈજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે રહેતા મધુબેન મનસુખભાઈ પરમાર (42)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0645 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપરથી આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે રિક્ષામાં ફરિયાદી સહિતના અન્ય મુસાફરો પણ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે કાવુ મારીને આગળ જતાની સાથે જ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 8581 ની પાછળના ભાગમાં રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ફરિયાદી મહિલાને માથા, વાસા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને પણ નાના મોટી ઈજા થવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી લીલાપર રોડ ઉપર રહેતા દેવરાજભાઈ બાબુભાઈ નામના 26 વર્ષના યુવાનોને કારખાને જતા સમયે નવાગામના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા આ બનાવની તાલુકા પોલીસને જાણ કરેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ રંગપર નજીક આવેલ એપ્રિક કોર્ટ સીરામીકના લેબર કોટરમાં રહી મજૂરી કામ કરતા જનાપૂર્તિ જગદીશભાઈ સીન્કુ નામની 19 વર્ષીય પરણીતાએ કોઈ અસરકારણ ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલે સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.


















Latest News