મોરબીના સાપર પાસે કાર પાછળ રિક્ષા અથડાતાં અકસ્માત: મહિલા સહિતના મુસાફરોને ઇજા થતાં સારવારમાં
મોરબીના પ્રેમજીનગર રહેતા પરિવારના બાળકનું બીમારી સબબ મોત
SHARE








મોરબીના પ્રેમજીનગર રહેતા પરિવારના બાળકનું બીમારી સબબ મોત
મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા પરિવારના બાળકને બીમારી હોય બીમારી સબબ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તે બાળકનું મોત નીપજયું હતુ જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં કાંતિભાઈ ચાવડાના મકાનમાં રહેતા પપ્પુભાઈ ચાવડાના 14 વર્ષના દેવકરણને બીમારી સબબ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે રામકૃષ્ણ નગર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ નટવરભાઈ મીરાણી (50) નામના આધેડ એક્ટિવા લઈને લાલબાગ સેવા સદન પાસેથી જતા હતા ત્યાં બાઇક વાળાએ અચાનક આડુ બાઈક કાઢતા એક્ટિવાને બ્રેક કરતાંની સાથે જ એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા
મહિલા સારવારમાં
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ ઈશ્વરીયા ગામના રહેવાસી રમાબેન ભગવાનભાઈ (52) નામના મહિલા દીકરાના બાઈકમાં પાછળ બેસીને બાઈકમાં જતા હતા ત્યારે ગામ નજીક તેમનું બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા પામેલ મહિલાને ખાનગી હોસ્પિટલે સારવારમાં લાવ્યા હતા
