મોરબીના શનાળા ગામ નજીક ગેરકાયદે બની રહેલ એપાર્ટમેન્ટ સહિત આખી પ્રોપર્ટી સીલ કરતી મહાપાલિકા
મોરબીના રવાપર ગામેથી નીકળેલ શખ્સ 6 બોટલ દારૂ સાથે પકડાયો
SHARE
મોરબીના રવાપર ગામેથી નીકળેલ શખ્સ 6 બોટલ દારૂ સાથે પકડાયો
મોરબીના રવાપર ગામમાંથી મોડી રાત્રિના નીકળે શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 6 બોટલ મળી આવી હતી. આ દારૂ ક્યાંથી મેળવ્યો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા સ્કૂલ પાસેથી નીકળેલા રાજારામ જોગારામ સઉ (25) હાલ રહે. ઘુનડા રોડ રવાપર મૂળ રહે રાજસ્થાન વાળાને ઉજવલ ફાર્મ નજીક અટકાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની ઝડતી લેવામાં આવતા તેના કબ્જામાંથી 6 બોટલ દારૂ મળી આવતા રૂપિયા 5,874 ની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો અને રાજારામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેણે આ બોટલો ક્યાંથી મેળવી તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.