મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સાપર પાસે કાર પાછળ રિક્ષા અથડાતાં અકસ્માત: મહિલા સહિતના મુસાફરોને ઇજા થતાં સારવારમાં


SHARE











મોરબીના સાપર પાસે કાર પાછળ રિક્ષા અથડાતાં અકસ્માત: મહિલા સહિતના મુસાફરોને ઇજા થતાં સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર શાપર પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી સીએનજી રીક્ષાનો ચાલક પેસેન્જર બેસાડીને રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહનનું કાવું મારીને આગળ જતાં સ્વિફ્ટ ગાડીની પાછળના ભાગમાં રીક્ષા અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષાની અંદર બેઠેલ મહિલા સહિતના અન્ય મુસાફરોને શરીરે નાના મોટી ઈજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક ચાલ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે રહેતા મધુબેન મનસુખભાઈ પરમાર (42)સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0645 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતર રોડ ઉપર આવેલ સાપરથી આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે રિક્ષામાં ફરિયાદી સહિતના અન્ય મુસાફરો પણ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે કાવુ મારીને આગળ જતાની સાથે જ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 8581 ની પાછળના ભાગમાં રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ફરિયાદી મહિલાને માથા, વાસા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને પણ નાના મોટી ઈજા થવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી લીલાપર રોડ ઉપર રહેતા દેવરાજભાઈ બાબુભાઈ નામના 26 વર્ષના યુવાનોને કારખાને જતા સમયે નવાગામના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા આ બનાવની તાલુકા પોલીસને જાણ કરેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ રંગપર નજીક આવેલ એપ્રિક કોર્ટ સીરામીકના લેબર કોટરમાં રહી મજૂરી કામ કરતા જનાપૂર્તિ જગદીશભાઈ સીન્કુ નામની 19 વર્ષીય પરણીતાએ કોઈ અસરકારણ ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલે સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News