અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા નજીક રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં યુવાનને કાર ચાલકે ઉડાવતા માથામાં હેમરેજ


SHARE

















વાંકાનેરના કેરાળા નજીક રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં યુવાનને કાર ચાલકે ઉડાવતા માથામાં હેમરેજ

વાંકાનેરના કેરાળા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો અને ચા પાણી પીવા માટે રોડ ક્રોસ કરીને જતો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવતી ફોરવ્હીલ ગાડીના ચાલકે યુવાનને હડફેટે લેતા તેને જમણા પગમાં ફેક્ચર અને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થયેલ હતી અને આરોપી પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જો કે, હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતા સતિષભાઈ બચુભાઈ બાવળા (37)કાર નંબર જીજે 36 એસી 5457 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેરના કેરાળા ગામના પાટીયા પાસેથી તેઓ પોતાનો ટ્રક લઈને મોરબીથી સુરત બાજુ જતાં હતા ત્યારે કેરાળા ગામ પાસે તેઓએ રોડ સાઈડમાં પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો અને ચા પાણી પીવા માટે રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવતી ફોરવ્હીલના ચાલકે ફરિયાદીને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા પગમાં ફેક્ચર અને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી અને અકસ્માત સર્જીને કાર ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જેથી આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની રીધી ભરતભાઈ વડેચા નામની 18 વર્ષની યુવતી પંચાસર ચોકડી રાજકોટ હાઇવે પાસે બાઇકમાં જતી હતી ત્યારે અકસ્માતના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે ખસેડાઈ હતી

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોરડી પાછળ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા ભીમભાઈ અમરતભાઈ સાગઠીયા નામના 35 વર્ષના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા 108 મારફતે સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.






Latest News