મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર રહેતા પરિવારના બાળકનું બીમારી સબબ મોત


SHARE



































મોરબીના પ્રેમજીનગર રહેતા પરિવારના બાળકનું બીમારી સબબ મોત

મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા પરિવારના બાળકને બીમારી હોય બીમારી સબબ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તે બાળકનું મોત નીપજયું હતુ જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં કાંતિભાઈ ચાવડાના મકાનમાં રહેતા પપ્પુભાઈ ચાવડાના 14 વર્ષના દેવકરણને બીમારી સબબ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણ નગર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ નટવરભાઈ મીરાણી (50) નામના આધેડ એક્ટિવા લઈને લાલબાગ સેવા સદન પાસેથી જતા હતા ત્યાં બાઇક વાળાએ અચાનક આડુ બાઈક કાઢતા એક્ટિવાને બ્રેક કરતાંની સાથે જ એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા

મહિલા સારવારમાં

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ ઈશ્વરીયા ગામના રહેવાસી રમાબેન ભગવાનભાઈ (52) નામના મહિલા દીકરાના બાઈકમાં પાછળ બેસીને બાઈકમાં જતા હતા ત્યારે ગામ નજીક તેમનું બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા પામેલ મહિલાને ખાનગી હોસ્પિટલે સારવારમાં લાવ્યા હતા 


















Latest News