મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક નિયમિત પાણી વિતરણ-રસ્તાના ખાડા બુરવા સહિતના પ્રશ્નો ગુંજીયા


SHARE











મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક નિયમિત પાણી વિતરણ-રસ્તાના ખાડા બુરવા સહિતના પ્રશ્નો ગુંજીયા

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષસ્થાતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા. અને ખાસ કરીને નિયમિત પાણી વિતરના અને રસ્તાના ખાડા બુરવામાં આવે તે સહિતના કામોને પ્રાધાન્ય આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ચોમાસા પૂર્વે રસ્તાઓ પરના ખાડા બુરી પેચવર્ક કરવામાં આવે તે સહિતના મુદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકો તથા સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પરની પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબીધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News