મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરતાં યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ યુવાનના ભાઇનું અપહરણ કરીને મારમાર્યો


SHARE









હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરતાં યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ યુવાનના ભાઇનું અપહરણ કરીને મારમાર્યો

હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાનના ભાઈએ પ્રેમ લગ્ન કર્યા છે તે બાબતનો ખાર રાખીને યુવતીના કાકા સહિત કુલ ચાર શખ્સો યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ તેનું ટાવેરા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને મોરબીમાં કોઈ અજાણી જગ્યાએ તેને ધોકા વડે ચારેય શખ્સોએ મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ નવા સુંદરગઢ ગામે રહેતા માંડણભાઇ બેચરભાઇ ખાંભડીયા (30)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાકેશભાઈ લધુભાઇ મોરવાડીયા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, શૈલેષભાઈ મહાદેવભાઇ માલાસણા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, સંદીપભાઈ ભુપતભાઈ અગેચાણીયા અને નિલેશભાઈ સવજીભાઈ અગેચાણીયા રહે. બંને કુંભાર વાડો વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, તેઓના નાનાભાઈ વિષ્ણુભાઈએ રાકેશભાઈ મોરવાડિયાની ભત્રીજી સપના સાથે પ્રેમ સંબંધ હોય બંનેએ પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનો ખાર રાખીને ચારે આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બાદમાં રાકેશભાઈ, સંદીપભાઈ અને નિલેશભાઈએ ફરિયાદી યુવાનને પકડી રાખતા શૈલેષભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને કપાળ અને શરીર ઉપર મારમાર્યો હતો ત્યારબાદ ચારેય શખ્સો દ્વારા ફરિયાદીને ટિંગાટોળી કરીને ટવેરા ગાડી નંબર જીજે 3 ઇસી 4369 માં અપહરણ કરીને મોરબીમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં ગાડીમાંથી નીચે ઉતારીને ચારેય શખ્સો દ્વારા યુવાનને વારાફરતી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News