મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા


SHARE



































મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી બિલેશ્વર સિરામિકના ઓથોરાઇઝડ પર્સનને દંડ સહીત 41.91 લાખ ચુકવવા માટેનો આદેશ કર્યો છે તેમજ એક વર્ષની સજા કોર્ટે કરેલ છે.

આ કેસની મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે વ્યાપારિક સંબંધ હોવાથી આરોપીને ધંધામાં રૂપિયાની જરૂર હતી જેથી ફરિયાદી પાસે વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી જે માલની રકમ પેટે આરોપી પાસેથી 20,95,814 રૂપિયા લેવાના હતા તેની સામે આરોપીએ ચેક આપ્યો હતો જે ચેકને બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો જેથી ફરિયાદી મીકુલ જયંતીભાઈ સવસાણીએ મોરબીના મહે. બીજા એડી ચીફ જ્યુડી મેજી. જજ સાહેબની કોર્ટમાં વકીલ હિરલ આર. નાયક, નિશા એલ. વડસોલા, પી.કે. કાટિયા મારફત ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમની ડબલ રકમ એટ્લે કે 41,91,628 નો દંડ કર્યો છે અને દંડમાંથી ફરિયાદીને ચેકની રકમ અને ફરિયાદ તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવા મતેને આદેશ કર્યો છે. અને આરોપી દ્વારા જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ 90 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.  જે કેસમાં ફરિયાદી તરફે વકીલ એચ.એમ. ભોરણીયા, હિરલ આર. નાયક, નિશા એલ. વડસોલા અને  પી.કે. કાટિયા રોકાયેલા હતા


















Latest News