મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા


SHARE













મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે સરકારી ખરાબની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તે દબાણ કરનારા લોકોને જાતે દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ કેટલાક દબાણકારોએ તેના દબાણ દૂર કર્યા ન હતા જેથી શુક્રવારે સરકારી બુલડોઝર ફેરવીને 10 જેટલા કાચા પાકા દબાણ દૂર કરવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવે છે

મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર સરકારી ખરાબની જગ્યાઓ તેમજ રોડ સાઈડમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકા મામલતદારને ટીમ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દસ જેટલા કાચા પાકા દબાણોને તોડી પાડીને 15 એકર જેટલી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે.

વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે 15 જેટલા દબાણો સ્થળ ઉપર હતા જે દબાણકારોને અગાઉ જાતે દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી જે પૈકીના પાંચ જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા હતા જો કે, 10 દબાણકારોએ તેમના દબાણ તોડ્યા ન હતા જેથી સરકારી જેસીબી ફેરવીને તે દબાનોને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. આવી જ રીતે આગામી સમયમાં જાંબુડીયા અને ત્રાજપર વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.




Latest News