મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે


SHARE













મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે

મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની ૧ જગ્યા ઊભી કરવામાં આવી છે. આ જગ્યા તા. ૦૧/૦૨/૨૦૨૫ થી વધુ ૧૧ માસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જે જગ્યા ઉપર સરકાર દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજદારની ઉંમર આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ૫૦ વર્ષથી વધુ હોવી જોઈશે નહીં. આ અંગેના અરજી પત્રકનો નમુનો લાયકાત તથા અનુભવ અંગે મહેસુલ વિભાગના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-૧, પરિશિષ્ટ-૨ તથા પરિશિષ્ટ-૩ મોરબી કલેક્ટર કચેરીની વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયાર કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું ઠરાવમાં દર્શાવેલ પરિશિષ્ટ-૩ (૧) ડી ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

અરજદારે સંપૂર્ણ વિગતે ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેકટર મોરબીના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રીફંડેબલ) રજૂ કરવાનો રહેશે. આ અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી ,જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, મોરબી-૩૬૩૬૪૨ ની રજીસ્ટ્રી શાખામાં તા. ૩૧/૫ ના સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે. અને અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. અને ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો અને નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવ્યું છે.




Latest News