મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ પાસે કારખાનાના માટી ખાતામાં પગ લપસી જવાથી નીચે પટકાયેલ યુવાનનું મોત


SHARE











મોરબીના નીચીમાંડલ પાસે કારખાનાના માટી ખાતામાં પગ લપસી જવાથી નીચે પટકાયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન માટી ખાતામાં કામ કરતા સમયે પગ લપસી જતા પડી જવાથી યુવાનને માથામાં હેમરેજ થયું હતું જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ કેરા વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રીતેશભાઈ ભુવાનસિંહ સોલંકી (18) નામનો યુવાન કારખાનામાં આવેલ માટી ખાતામાં કામ કરતો હતો ત્યારે કોઈ કારણોસર તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે હેમરેથયું હતું જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના ખાનપર રોડ ઉપર આવેલ પ્રાઇમ કેમિકલ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં કરણ ગુમાનસિંકટારી (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક રહેતા અને કામ કરતા અલ્પેશ ફૂલસિંગ નાયક (22) નામના યુવાનને લોવીન સિરામિક કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલા યુવનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News