મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે
મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોની ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાર બાદ તેના પરિવારજન દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઓરિન્ડા સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અજીતભાઈ રાજપાલસિંગ યાદવ (22) નામના યુવાને કોઈ કારણોસર લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર પંખા સાથે મફરલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની શૈલેન્દ્રસિંહ યાદવ (27) રહે. હાલ ઇટાલિકા કંપનીના લેબર કવાર્ટરમાં બંધુનગર મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે
કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત
મોરબીના જેતપર ગામે રહેતા મધુબેન મનસુખભાઈ પરમાર (42) અને જાનકી ડુંગરભાઇ પરમાર (16) નામના બે વ્યક્તિઓને રીક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના ભરતનગર અને બેલા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી જનાભાઈ માલાભાઈ (52) નામના આધેડ બાઈક લઈને જતા હતા તે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
